મે ૨
Appearance
૨ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૦૬ – ગ્રીસના એથેન્સમાં ઓલમ્પિક ગેમ્સ (ઇન્ટરકેલેટેડ ગેમ્સ)નો સમાપન સમારોહ.
- ૧૯૫૨ – વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી.
- ૧૯૯૮ – યુરોપીય સંઘની નાણાકીય નીતિને વ્યાખ્યાયિત કરવા અને અમલમાં મૂકવા માટે બ્રસેલ્સમાં યુરોપિયન સેન્ટ્રલ બેંકની સ્થાપના કરવામાં આવી.
- ૨૦૦૮ – ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા.
- ૨૦૧૧ – ૧૧ સપ્ટેમ્બરના હુમલા પાછળના શંકાસ્પદ માસ્ટરમાઇન્ડ અને એફબીઆઈના મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકાના વિશેષ દળોએ મારી નાખ્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૮૭ - ચુનીલાલ શાહ, ગુજરાતી સાહિત્યકાર. (અ. ૧૯૬૬)
- ૧૯૨૧ – સત્યજીત રે, ચલચિત્ર નિર્દેશક (અ. ૧૯૯૨)
- ૧૯૨૧ – બ્રજબાસી લાલ, બી. બી. લાલ નામથી જાણીતા ભારતીય પુરાતત્વશાસ્ત્રી.
- ૧૯૬૯ – બ્રાયન લારા, ભૂતપૂર્વ વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટ ખેલાડી.
અવસાન
[ફેરફાર કરો]તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- પોલેન્ડ, ધ્વજ દિન.
- ઈરાન,શિક્ષક દિન.
- ઇન્ડોનેશિયા, રાષ્ટ્રીય શિક્ષણ દિન.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર Category:2 May વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.