[go: up one dir, main page]

લખાણ પર જાઓ

ખંભાત

વિકિપીડિયામાંથી
ખંભાત
કેમ્બે (Cambay)
—  શહેર  —
શિવલિંગ, રાલજ, ખંભાત.
શિવલિંગ, રાલજ, ખંભાત.
ખંભાતનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°19′05″N 72°37′08″E / 22.318082°N 72.618985°E / 22.318082; 72.618985
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
વસ્તી ૯૯,૧૬૪[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી
અન્ય ભાષા(ઓ) અંગ્રેજી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૮૬૨૦
    વાહન • GJ-૨૩

ખંભાત શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]
ખંભાત શહેરનું ભારતના મહત્વના ઉત્પાદન અને વ્યાપાર મથક તરીકે માર્કો પોલોનું વર્ણન, ૧૫મી સદી.
ખંભાતનો રાજા, ઇટાલીના ચિત્રકાર લુડોવિનો ડી વાર્થેમા દ્વારા, ૧૬મી સદી.

ખંભાત જે કેમ્બે તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ નગર છે. તે અગાઉ એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું, જોકે હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઈ ગયો છે અને તેથી દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ખંભાત ખંભાતના અખાતના ઉત્તરના ભાગે મેદાની ભાગમાં સ્થિત છે અને તેની નજીક દરિયાની ભારે ભરતી અને ઓટ આવે છે, દરિયાઈ સપાટીમાં ૩૦ ફૂટ જેટલો બદલાવ આવે છે. ખંભાત બ્રિટિશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી. તે ૩૫૦ ચોરસ માઇલ (૯૦૬ કિમી²) નો વિસ્તાર ધરાવે છે. એક અલગ રાજ્ય તરીકે તે મુઘલ સામ્રાજ્યમાંથી અલગ ૧૭૩૦ આસપાસ થયું હતું. તેના નવાબ મોમિન ખાન બીજાના વંશજ હતા, ૧૭૪૨ માં તેમના સાળા નિઝામ ખાન જે ખંભાતના ગવર્નર હતા તેમની હત્યા કરી ત્યાં પોતાની જાતને સ્થાપિત કરી.

પ્રાચીન કથાઓમાં આ નગરનો ઉલ્લેલ્ખ સ્તંભતીર્થ તરીકે થયો છે.[] ખંભાત નગર ટોલેમિ નું કેમેનેશ હોઈ શકે છે અને અગાઉ ખૂબ જ સમૃદ્ધ શહેર તેમજ વ્યાપક વેપાર બેઠક હતું. તેનુ રેશમ, છીંટ અને સોનાના પદાર્થનું ઉત્પાદન પ્રસિદ્ધ હતું. માર્કો પોલો દ્વારા ૧૨૯૩ માં તેનો એક વ્યસ્ત બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે કાંપ જામી જવાને કારણે સમુદ્ર માર્ગે ત્યાં પહોંચવું અઘરું થયું તેથી તેનું વાણિજ્ય ઘણા લાંબા સમયથી પડી ભાગ્યું છે અને નગર ગરીબ અને જર્જરિત બન્યું છે. વસંત ઋતુમાં ભરતી ૩૦ ફૂટ (૧૦ મીટર) થી ઉપર વધે છે અને આટલા છીછરા અખાતમાં વાણિજ્ય માટે તે જોખમકારક છે. ૧૯૦૦ની સાલ સુધી મુખ્ય વેપાર કપાસ નિકાસ સુધી મર્યાદિત થયો હતો. આ નગર ગોમેદ અને અકીક ઘરેણાંનાં ઉત્પાદન માટે મુખ્યત્વે ચીનમાં પ્રતિષ્ઠિત હતું. ઘણા કિસ્સાઓમાં ઘરો પથ્થરથી (તે શહેરની સદ્ધરતા સૂચવે છે કારણ કે આ પથ્થરો ખૂબ જ દૂરથી લવવામાં આવ્યા હતા) બાંધવામાં આવતા હતા અને ૩ માઈલ (૫ કિમી)ના ઘેરાવામાં શહેર, ચાર જળાશયો અને ત્રણ બજારો ફરતે ઈંટોની દિવાલ ચણેલી જેના અવશેષો હાલમાં મોજૂદ છે. દક્ષિણપૂર્વ દિશામાં ભૂમિગત મંદિરો અને અન્ય ઇમારતોના અડધા દટાયેલ અવશેષો છે, જે ભૂતકાળમાં તેમની મોટા પ્રમાણમાં સંખ્યા સૂચવે છે. આ જૈન મંદિરો છે, અને તેમના દેવતાઓની બે મોટી પ્રતિમાઓ ધરાવે છે, એક કાળી, અન્ય સફેદ છે. મુખ્ય મૂર્તિ, શિલાલેખ અનુસાર, પારિશ્વનાથ અથવા પારશ્વનાથ છે. અકબરના સમયમાં તેમની કોતરણી કરવામાં આવી છે. કાળી મૂર્તિ પર ૧૬૫૧ની તારીખ કંડારેલી છે. ૧૭૮૦માં ખંભાત જનરલ ગોડાર્ડના સૈન્ય દ્વારા કબ્જે કરાયું. ૧૭૮૩માં પાછું મરાઠા તાબા હેઠળ ગયું અને ત્યારબાદ ૧૮૦૩ ની સંધિ હેઠળ પેશ્વા દ્વારા બ્રિટિશરોને સોંપી દેવામાં આવ્યું. તે ૧૯૦૧ માં રેલવે સાથે દ્વારા જોડવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ખંભાત શહેર અકીકના વેપાર માટે જાણીતું હતું.

જોવા લાયક સ્થળો

[ફેરફાર કરો]
જામી મસ્જિદ, ખંભાત

અહીં આવેલી જામી મસ્જિદને ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક (N-GJ-70) તરીકે રક્ષિત જાહેર કરાયેલ છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Khambhat Population, Caste Data Anand Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૭.
  2. "ગુજરાતી વિકિસ્રોત - કરણઘેલો, પ્રકરણ ૧". gu.wikisource.org. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]